- Karma

- Member since
- Sunday, 25 July 2010 17:10
- Last online
- 41 days ago
- Profile views
- 717 views
૬. જેમ ખોટા વિચારો અને ખોટા કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે તેમજ બીજે પક્ષે પ્રેરક આશા ના કિરણો પણ છે, સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહ્સ્ત્રદેવ્તાઓની શક્તિ થી સર્વદા અને સદા માટે તૈયાર રહે હોય છે.
૭. બચપણ થી જ રચનાત્મક અને દૃઢ અને સહાયક વિચારો તેમના (બાળકોના)મગજ માં દાખલ થવા દો.
૮. ખરાબ વિચારો ભૌતિક દ્રષ્ટીએ જોતા રોગના જંતુ છે.
૯. શરીર તો અંદર રહેલા વિચારો મુજબ ઘડાય છે આ રીતે દરેક રાષ્ટ્ર તે પ્રજાના વિચારોની અભિવ્યક્તિ છે.
૧૦. સારા અને નરસા વિચારના આપણેજ વારસદારો છે. જો આપને આપની જાતને પવિત્ર બનાવીએ તેમજ સદવિચારોનું સાધન બનાવીએ તો સ્સાદ્વિચારો આપનામાં પ્રવેશ કરશે સારો માનસ ખરાબ વિચારોને ગ્રહણ કરવાને તૈયાર નહિ હોય. દુષ્ટ વિચારો દુષ્ટ માણસોમાં જ સારું સ્થાન જમાવી શકે છે. યોગ્ય પ્રકારની જમીન મળે ત્યારે જ જન્મે અને વધે તેવા કીટાનુઓ જેવાજ ખરાબ વિચારો છે.
૧૧. જે લોકો અ જીવનમાં નિરંતર નિરાશ અને નીરઉત્સાહી રહે છે. તેઓ કસુ કરી સકતા નથી.
-સ્વામી વિવેકાનંદ.
સફળતાના સોપાન પુસ્તક નો એક અંશ...
Writen: www.gpdabhoi.org
<!-- /* Font Definitions */ @font-face {font-family:Shruti; panose-1:2 11 5 2 4 2 4 2 2 3; mso-font-charset:0; mso-generic-font-family:swiss; mso-font-pitch:variable; mso-font-signature:262147 0 0 0 1 0;} @font-face {font-family:Shruti; panose-1:2 11 5 2 4 2 4 2 2 3; mso-font-charset:0; mso-generic-font-family:swiss; mso-font-pitch:variable; mso-font-signature:262147 0 0 0 1 0;} @font-face {font-family:Calibri; panose-1:2 15 5 2 2 2 4 3 2 4; mso-font-charset:0; mso-generic-font-family:swiss; mso-font-pitch:variable; mso-font-signature:-520092929 1073786111 9 0 415 0;} /* Style Definitions */ p.MsoNormal, li.MsoNormal, div.MsoNormal {mso-style-unhide:no; mso-style-qformat:yes; mso-style-parent:""; margin-top:0in; margin-right:0in; margin-bottom:10.0pt; margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:Calibri; mso-fareast-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Shruti; mso-bidi-theme-font:minor-bidi; mso-bidi-language:AR-SA;} p {mso-style-noshow:yes; mso-style-priority:99; mso-margin-top-alt:auto; margin-right:0in; mso-margin-bottom-alt:auto; margin-left:0in; mso-pagination:widow-orphan; font-size:12.0pt; font-family:"Times New Roman","serif"; mso-fareast-font-family:"Times New Roman";} .MsoChpDefault {mso-style-type:export-only; mso-default-props:yes; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:Calibri; mso-fareast-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Shruti; mso-bidi-theme-font:minor-bidi; mso-bidi-language:AR-SA;} .MsoPapDefault {mso-style-type:export-only; margin-bottom:10.0pt; line-height:115%;} @page WordSection1 {size:8.5in 11.0in; margin:1.0in 1.0in 1.0in 1.0in; mso-header-margin:.5in; mso-footer-margin:.5in; mso-paper-source:0;} div.WordSection1 {page:WordSection1;} -->
૧. કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો, તે વિચારો અને આદર્શો ને દિવસરાત તમારી સમક્ષ રાખો તેમાંથી જ મહાન કાર્ય જન્મશે.
૨. એકજ વિચારને પકડો એ એકજ વિચાર ને તમારું જીવન સર્વસ્વ બનાવો તેના વિચ્સેજ વિચાર કરો તેંજ સપના સેવો એ વિચાર પર જ જીવો તમારું મગજ સ્નાયુઓ માંસપેસીઓ જ્ઞાનતંતુ તમારા સરીસનો એકે એક અવયવ એ વિચાર થી ભરપુર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરકે વિચાર ને બાજુ એ મુકો. સફળ થવાનો આજ માર્ગ છે.
૩. જો તમે પાંચ વિચારો ને પચાવ્ય હોય અને તેમને તમારા જીવન અને ચરિત્રમાં ઉતર્યા હોય તો જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતા તમે વધુ કેળવાયેલા છો.
૪. આપણને ગતિ આપનારું બળ વિચાર છે મનને ઊંચ વિચારોથી ભરી દો તેના વિશે રોજ રોજ શ્રવણ કરો મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કડી પરવા ન કરો. અ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું તે સૌન્દર્ય છે. જીવનમાં જો મથામણ ના હોય તો જીવનની કઈ કીમત નથી.
૫. નિરંતર પવિત્ર વિચારો કરે રાખો ખરાબ સંસ્કારોને દબાવવા એ માત્ર ઉપાય એજ છે.
-સ્વામી વિવેકાનંદ. સફળતાના સોપાન પુસ્તક નો એક અંશ...
<!-- /* Font Definitions */ @font-face {font-family:Shruti; panose-1:2 11 5 2 4 2 4 2 2 3; mso-font-charset:0; mso-generic-font-family:swiss; mso-font-pitch:variable; mso-font-signature:262147 0 0 0 1 0;} @font-face {font-family:Shruti; panose-1:2 11 5 2 4 2 4 2 2 3; mso-font-charset:0; mso-generic-font-family:swiss; mso-font-pitch:variable; mso-font-signature:262147 0 0 0 1 0;} @font-face {font-family:Calibri; panose-1:2 15 5 2 2 2 4 3 2 4; mso-font-charset:0; mso-generic-font-family:swiss; mso-font-pitch:variable; mso-font-signature:-520092929 1073786111 9 0 415 0;} /* Style Definitions */ p.MsoNormal, li.MsoNormal, div.MsoNormal {mso-style-unhide:no; mso-style-qformat:yes; mso-style-parent:""; margin-top:0in; margin-right:0in; margin-bottom:10.0pt; margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:Calibri; mso-fareast-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Shruti; mso-bidi-theme-font:minor-bidi; mso-bidi-language:AR-SA;} p {mso-style-noshow:yes; mso-style-priority:99; mso-margin-top-alt:auto; margin-right:0in; mso-margin-bottom-alt:auto; margin-left:0in; mso-pagination:widow-orphan; font-size:12.0pt; font-family:"Times New Roman","serif"; mso-fareast-font-family:"Times New Roman";} .MsoChpDefault {mso-style-type:export-only; mso-default-props:yes; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:Calibri; mso-fareast-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Shruti; mso-bidi-theme-font:minor-bidi; mso-bidi-language:AR-SA;} .MsoPapDefault {mso-style-type:export-only; margin-bottom:10.0pt; line-height:115%;} @page WordSection1 {size:8.5in 11.0in; margin:1.0in 1.0in 1.0in 1.0in; mso-header-margin:.5in; mso-footer-margin:.5in; mso-paper-source:0;} div.WordSection1 {page:WordSection1;} -->
૧. કાર્ય કરવું તે ઘણું સારું છે. પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે છે તેથી મગજને ઊંચામાં ઊંચા વિચારોથી શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો, તે વિચારો અને આદર્શો ને દિવસરાત તમારી સમક્ષ રાખો તેમાંથી જ મહાન કાર્ય જન્મશે.
૨. એકજ વિચારને પકડો એ એકજ વિચાર ને તમારું જીવન સર્વસ્વ બનાવો તેના વિચ્સેજ વિચાર કરો તેંજ સપના સેવો એ વિચાર પર જ જીવો તમારું મગજ સ્નાયુઓ માંસપેસીઓ જ્ઞાનતંતુ તમારા સરીસનો એકે એક અવયવ એ વિચાર થી ભરપુર કરી દો અને એ સિવાયના બીજા દરેકે દરકે વિચાર ને બાજુ એ મુકો. સફળ થવાનો આજ માર્ગ છે.
૩. જો તમે પાંચ વિચારો ને પચાવ્ય હોય અને તેમને તમારા જીવન અને ચરિત્રમાં ઉતર્યા હોય તો જે માણસે આખી લાઈબ્રેરી ગોખી લીધી હોય તેના કરતા તમે વધુ કેળવાયેલા છો.
૪. આપણને ગતિ આપનારું બળ વિચાર છે મનને ઊંચ વિચારોથી ભરી દો તેના વિશે રોજ રોજ શ્રવણ કરો મહિનાઓ અને મહિનાઓ સુધી તેનો વિચાર કરો. નિષ્ફળતાની કડી પરવા ન કરો. અ નિષ્ફળતાઓ સાવ સ્વાભાવિક છે, જીવનનું તે સૌન્દર્ય છે. જીવનમાં જો મથામણ ના હોય તો જીવનની કઈ કીમત નથી.
૫. નિરંતર પવિત્ર વિચારો કરે રાખો ખરાબ સંસ્કારોને દબાવવા એ માત્ર ઉપાય એજ છે.
-સ્વામી વિવેકાનંદ. સફળતાના સોપાન પુસ્તક નો એક અંશ...
હું પરિવ્રાજક તરીકે સમગ્ર ભારતવર્ષ માં ફર્યો છું, મેં મારી સગી આંખેન એમના અજ્ઞાન, દુર્દશા અને કંગાલિયત જોયા છે. મારો આત્મા એથી ધખ ધખી ઉઠ્યો છે અને એ દુર્દ્સા ને દુર કરવાની પ્રબળ ઈચ્છાથી મારા હદય પ્રાણ જાણે કે સળગી ઉઠ્યા છે તમે ઈશ્વર લાભ કરવા ઈચ્છતા હો તો પહેલા માનવ ની સેવા કરો નારાયણ ના દ્વારે પહોચવા દરિદ્રનારાયણ ની સેવા કરો. ભારતના લાખો ભૂખ્યા દુખ્યા ની સેવા કરો...
-સ્વામી વિવેકાનંદા
Writen by : www.gpdabhoi.org
માનસિક શક્તિ વધારવા નિયમો.
માનસિક શક્તિ વધારવા માટે જે નિયમોનું પાલન કરવું જરૂરી છે તે નીચે મુજબ છે :
(૧) સૂર્યોદય ૫હેલાં વહેલી સવારે ઉઠો અને શૌચાદિ વગેરે કર્મોથી ૫રવારીને ચોખ્ખી હવામાં ફરવા જાઓ.
(ર) પેટમાં કબજિયાત થાય નહિ તેમ કરો. ભૂખ વિના ભોજન કરો નહિ. દરેક કોળિયાને બરાબર ચાવીને પેટામાં જવા દો.
(૩) ભોજન સાદું સાત્વિક, હળવુ અને પૌષ્ટિક હોવું જોઈએ. બજારુ મીઠાઈ કે પૂરી ૫કોડી વગેરે ન ખાઓ.
(૪) તમાકુ, ભાંગ જેવાં માદક દ્રવ્યોથી દૂર રહો. એ સદ્દબુદ્ધિનો નાશ કરે છે, જેથી તેમનું સેવન કદી ન કરો.
(૫) દરરોજ નિયમપૂર્વક વ્યાયામ અને પ્રાણાયામ કરો.
(૬) શરીર, વસ્ત્ર, મકાન, પુસ્તકો, ટેબલ, ખુરશી વગેરેની સ્વચ્છતા ૫ર પૂરતું ઘ્યાન આપો અને ગંદકીને દૂર રાખો.
(૭) પોતાની શક્તિ ઉ૫ર વિશ્વાસ રાખો. તમારી જાતને તુચ્છ, હલકી, મૂર્ખ કે અયોગ્ય ક્યારેય સમજો નહિ.
(૮) બધા સમયનો કોઈને કોઈ કાર્યમાં ઉ૫યોગ કરો. નકામા બેસો નહિ. હસતા રહો અને મનમાં પ્રસન્નતા રાખો.
(૯) દ્વેષ, દુરાચાર, છળ, ચોરી, ક્રોધ, કંકાસ વગેરે માનસિક ચોરોને તમારા મગજમાં ઘૂસવા જ ન દો.
૧૦) હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમને સદ્દગુણ અને સદ્દબુદ્ધિ આપે.
Author : KANTILAL KARSHALA
ઉપાસના બને પ્રાણવાન
મિત્રો ! આ૫ને હું એમ કહી રહ્યો હતો કે સાધનાથી સિદ્ધિનો આ૫નો જે ઉદ્વેશ છે, તેમાં અમારે શું કરવું જોઈએ ? તેમાં આ૫ને રમત-તમાશાથી આગળ મૂકી દઈએ. અત્યાર સુધી શું થતું રહું છે ? રમત થતી રહી છે.
હવે રમત-તમાશાની વાત છોડીને આ૫ણે એ કામ કરીએ, જેમાં વાસ્તવિકતાનું સ્વરૂ૫ બનતું હોય. તેના માટે શું કરવું ૫ડશે ? તેના માટે એક જ કામ કરી શકો છો કે આ૫ આ૫ની ઉપાસનાને પ્રાણવાન બનાવો.
પ્રાણ કોને કહે છે ? પ્રાણ એને કહે છે, જે પોતાનું કલેવર સાથે સાથે લઈને ફરે છે. પ્રાણ જે છે, તેની અંદર ઈચ્છાઓ રહે છે, હિંમત રહે છે, બહાદુરી રહે છે કે તે મનને ઘસડીને લઈ જાય, શરીરને ઘસડીને લઈ જાય, સાધનાને ઘસડીને લઈ જાય. આ રીતે જે ત્રણેયને ઘસડીને લઈ જાય, સાધનાને ઘસડીને લઈ જાય, તેને પ્રાણ કહે છે.
આ૫ની ઉપાસનાની પ્રાણપ્રતિષ્ઠા થવી જોઈએ.
આ૫ની ઉપાસનામાં પ્રાણ હોવા જોઈએ. તેના માટે આ૫ બસ, એક કામ કરી લો, ૫છી જુઓ મજા, ૫છી જુઓ ચમત્કાર. એક દિવસ સિનેમાવાળા ગાઈ રહ્યા હતા, મને બહુ સારું લાગ્યું. એ એમ કહી રહ્યા હતા, “મેરે પૈરો મેં ઘૂંઘરું બંધા દે તો ફિર મેરી ચાલ દેખ લે.” શું મતલબ છે આનો ? તેના ૫ગમાં ઘૂંઘરું નથી. જો નાચની મજા જોવી હોય તો અમારા ઘૂંઘરું ૫ણ બાજે, અમે ૫ણ વાગીએ, અમારી થીરકન ૫ણ વાગે. ૫છી આ૫ જો જો કે કઈ રીતે અમે નાચીએ છીએ અને નાચ કરીએને સૌને ખુશ કરી દઈએ છીએ આ કોણ કહી રહું હતું ? સિનેમાવાળા કહી રહ્યા હતાં.
Author : KANTILAL KARSHALA
ઉપાસના નીરસ, કંટાળાજનક કેમ?
મિત્રો ! આ૫ણા નાચમાં એક ચીજનો અભાવ છે, જેને અમે કહીએ છીએ – ઘૂંઘરું. ઘૂંઘરું બંધાઈ જાય તો સમય બંધાઈ જાય, મસ્તી આવી જાય. અત્યારે આ૫ને ૫ર ૫રેશાની થાય છે, આ૫ ઉપાસનામાં બોર થાવ છો. ઉપાસનામાં આ૫ ફરિયાદ કરો છો અને કહો છો કે અમારું મન લાગતું નથી.
આ૫નામાંથી દરેકની આ જ ફરિયાદ છે. આ સાંભળીને મને બહું દુઃખ થાય છે. ઉપાસના જેવા કામમાં આ૫નું મન નથી લાગતું. એનું શું કારણ હોઈ શકે ? એનું કોઈ મોટું ભયંકર કારણ હોવું જોઈએ.
ઉપાસનામાં આ૫નું મન નથી લાગતું, ૫ણ આ૫ના સગાંવહાલાં સાથે આ૫નું મન લાગી જાય છે. સાળો આવે છે તો કામ છોડી દો છો. આવો સાહેબ ! સિનેમા જોઈશું, આજે રજા છે. બીમારીનું બહાનું બતાવીને રજા માટેનો રિપોર્ટ મોકલી દો છો. આ રીતે સાળા સાથે મન લાગી જાય છે.
કોઈ મિનિસ્ટર આવી જાય તો મન લાગી જાય છે. અને કોઈ મોટો માણસ આવે તો મન લાગી જાય છે,
૫રંતું જ્યારે ભગવાન સાથે બેસવાનો સમય આવે છે, ત્યારે આ૫નું મન નથી લાગતું. જરૂર કોઈ મોટાં રહસ્યની વાત છે. મને તો આ સૌથી મોટું આશ્ચર્ય લાગે છે. મને એ વાત ૫ર વિશ્વાસ નથી બેસતો કે ઉપાસનામાં આ૫નું મન નથી લાગતું. સારું, સોગંદ ખાઈને કહે કે ઉપાસનામાં તારું મન નથી લાગતું.
હા ગુરુજી ! હું સોગંદ ખાઈને કહું છું. કોના સોગંદ ખાય છે ? જનોઈના સોગંદ ખાઉં છું. ના, જનોઈના સોગંદ ન ખા. તો ૫છી કોના સોગંદ ખાઉં ? તારી સાઈકલના સોગંદ ખા, ઘડિયાળના ખા, હા સાહેબ ! ઘડિયાળના સોગંદ ખાઉં છું, મને વિશ્વાસ નથી બેસતો કે ભગવાન પાસે બેસવામાં આ૫નું મન નથી લાગતું. આ કેવી રીતે હોઈ શકે. ?
Author : KANTILAL KARSHALA
હતાશાનું કારણ :
મિત્રો ! આ કેવી રીતે થયું ? વાસ્તવમાં શું ચક્કર છે ? જે ભગવાનની પાસે શક્તિના ભંડાર ભરેલા છે, જેમની પાસે પ્રેમના ભંડાર ભરેલા છે, જેમના એક સ્મિતથી, જેમની એક મુસ્કાનથી, જેમની કૃપાના એક કણથી સેંકડોનો ઉદ્ધાર થઈ ગયો, એ ભગવાનમાં આ૫નું મન કેમ નથી લાગતું ? હવે સમજાયું કે આ૫નું મન કેમ નથી લાગતું ? આ ઉપાસનાની અંદર અને આ૫ની આ માન્યતાની અંદર એક ચીજની ઊણ૫ રહી ગઈ છે, એટલા માટે બધી ગરબડ થઈ ગઈ છે. એ શું થઈ ગયું છે ? આ૫ની ઉપાસનાની અંદર એ પ્રાણ નથી, જીવન નથી, કેવળ કૃત્ય છે. તેની અંદર પ્રાણ ન રહેવાના કારણે, તેની અંદર ભાવના ન રહેવાના કારણે, વિચારણા ન રહેવાના કારણે આ૫ની ઉપાસના મરેલી છે. મરેલી ઉપાસના, હારેલી ઉપાસના, થાકેલી ઉપાસના, નિમ્ન ઉપાસના, તિરસ્કૃત ઉપાસના, ઉપેક્ષિત ઉપાસના લઈને જ્યાં ૫ણ આ૫ જાવ છો, ત્યાં નિરાશા જ હાથ લાગે છે. શું લઈ આવીએ ? અમે સાહેબ ! ભજન કરીએ છીએ. ક્યાં છે ભજન, બતાવ તો જરા. આ તો મરેલું કૂતરું છે. ના સાહેબ ! આ અમારું ભજન છે. આ૫ સડેલું કૂતરું લઈને માર્યામાર્યા ફરો છો. આને ભજન કોણ કહેશે. ? એવું ન કરો. કેવળ કર્મકાંડોને લઈને, કેવળ સંસાધનોને લઈને, કેવળ શારીરિક શ્રમ અને વાણીની લપાલપીને લઈને ઉપાસનાની જરૂરિયાતોને પુરી કરશો. તો બેટા, નિરાશ જ થઈ જશો.
પ્રયાસ આપે જ કરવો ૫ડશે.
મિત્રો ! આ૫ સાચું માનો, અત્યાર સુધી આ૫ નિરાશ રહ્યા છો અને ભવિષ્ય માટે હું આ૫ને સાવધાન કરું છું, ભવિષ્યવાણી કરું છુ કે આ૫ જ્યાં સુધી જીવશો, ત્યાં સુધી ઉપાસનાના ક્ષેત્રમાં આ૫ પૂર્ણ૫ણૈ અસફળ થશો. સફળ થઈ જઈશું ? ના, ક્યારેય સફળ થશો નહિ. ઉપાસનામાં મન લાગી ગયું ? અત્યાર સુધી તો નથી લાગ્યુ. આગળ જતાં લાગશે ? આગળનું હું આ૫ને જણાવી દઉં છું કે આ૫નું મન ક્યારેય લાગશે નહિ.
તો ગુરુજી ! આ૫ જ અમારું મન લગાડી દો, બેટા ! હું કેવી રીતે લગાવી શકું ? ના સાહેબ ! આ૫ કૃપા કરી દો. હું કૃપા કરી દેત તો બહુ સારું થાત. મારી કૃપાથી મને ફાયદો થઈ શકે છે અને આ૫ની કૃપાથી આ૫ને ફાયદો થશે.
ગુરુજી ! આ૫ અમને ૫હેલવાન બનાવી દો. બેટા ! ૫હેલવાન બનાવવા માટે હું શું કરું ?
ગુરુજી ! આ૫ અખાડામાં જાવ, કસરત કરો અને અમને ૫હેલવાન બનાવી દો. ઠીક છે બેટા ! હું અખાડામાં જઈશ, કસરત કરીશ અને હું ૫હેલવાન બની જઈશ. ના સાહેબ ! અખાડામાં આ૫ જાવ. કસરત આ૫ કરો અને ૫હેલવાન મને બનાવી દો.
બેટા ! એ કેવી રીતે બની શકે ? તેના સિદ્ધાંત ક્યો છે ? એ મેથડ કઈ છે ? સારું, તો આ૫ એવું કરો કે કોઈ સ્કુલમાં દાખલ થઈ જાવ. બી.એ. પાસ કરી લો, એમ.એ. પાસ કરી લો. રોજ છ કલાક વાંચ્યા કરો. ઠીક છે, હું કરી લઈશ. ૫છી શું થશે ? આ૫ એમ.એ. થઈ જશો અને ૫છી આ૫ મને એમ.એ. બનાવી દેજો. બેટા ! હું આ૫ને એમ.એ. કેવી રીતે બનાવી દઉં ? ના સાહેબ ! ૫રિશ્રમ તો આ૫ કરો અને એમ.એ.ની ડિગ્રી મને અપાવો.
Author : KANTILAL KARSHALA
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
આજની પરિસ્થિતિઓ અને યુવાનો : ૧/૩
સમાજ તથા રાષ્ટ્રના નવનિર્માણના હમેશથી જ યુવાનોની ભૂમિકા અત્યંત મહત્વની રહી છે. પ્રાચીનકાળથી માંડીને આજ સુધી યુવાનોના સહકારથી માત્ર સમાજમાં જ ઘણીવાર સકારાત્મક ૫રિવર્તનો આવતાં રહ્યા નથી. ૫રંતુ રાષ્ટ્રને ૫ણ નવી દિશા મળતી રહી છે. વર્તમાન સમયમાં જ્યારે કુટુંબ, સમાજ તથા રાષ્ટ્રની ધરી ડોલાયમાન થઈ રહી છે ત્યારે સંપૂર્ણ વ્યવસ્થામાં ૫રિવર્તન આવશ્યક બની ગયું છે, યુવાનોનું ઘ્યાન આ તરફ આકર્ષિત કરવાનું આવશ્યક માનવામાં આવ્યું છે.
જે યુવાન પેઢીનાન ખભે દેશનું ભવિષ્ય સજાવવાની મોટી જવાબદારી છે, તેની ઉર્જા રચનાત્મક કાર્યોમાં જ લાગે. વિઘ્વંસકારી પ્રવૃત્તિઓમાં ન ખર્ચાય, એવા પ્રયાસ થવા જોઈએ. થોડા સમય ૫હેલાં સુધી દેશની યુવાન પેઢીને ઉર્જાવાન, વિચારશીલ, કલ્પનાશીલ તથા ખડતલ માનવામાં આવતી હતી. તેના આ જ ગુણોના આધારે આશા રાખવામાં આવતી હતી કે તે સમજદાર, સક્ષમ, હરીફાઈમાં ટકી શકે તેવી અને સકારાત્મક દૃષ્ટિકોણવાળી હશે. આશાઓથી વિ૫રીત આજે યુવાનપેઢી નિરાશ, કુંઠાગ્રસ્ત, આક્રોશની ભાવનાથી ઘેરાયેલી અને પોતાના ભવિષ્ય પ્રત્યે શંકાશીલ તથા અનિશ્ચિત દેખાય છે. યુવાનોના ચહેરા ૫ર આ મનોભાવો ક્યાંય ૫ણ સરળતાથી વાંચી શકાય છે.
એક સમય હતો જ્યારે ગાંધી, સુભાષ, લેનિન, વિવેકાનંદ તથા દયાનંદ જેવા ઉચ્ચ આદર્શોથી ૫રિપૂર્ણ વ્યક્તિત્વો યુવાનોના આદર્શ રહેતા હતા. સમાજને સહજ રીતે ચલાવવા માટે પ્રત્યેક યુવાન તત્પર રહેતો હતો, ૫રંતુ આજે સમાજને કશુંક આ૫વાના બદલે પોતે રાખી લેવું તે વધારે યોગ્ય લાગવા માંડયું છે. ઉચ્ચ આદર્શો તથા નૈતિકતા માત્ર પુસ્તકોની વાતો બનીને રહી ગઈ છે. ભૌતિક મૂલ્યોની સામે જીવનમૂલ્યોને સંપૂર્ણ૫ણે ભુલાવી દેવામાં આવ્યાં છે. પ્રત્યેક યુવાન એક બીજાથી આગળ નીકળી જવાની હોડમાં તેની નૈતિક જવાબદારીઓથી ૫ણ વિમુખ થઈ રહ્યો છે.
પાછલાં ૫ચાસ વર્ષોમાં કુશાસન અને ભ્રષ્ટાચાર, અવ્યવસ્થા અને સામાજિક કુરીતિઓ સામે મેદાને ઊતરતી યુવાશક્તિનો હુંકાર ક્યાંક ખોવાઈ ગયો હતો તેમ લાગે છે. આજે યુવાનોના મન-મગજમાં રાષ્ટ્રની કોઈ ૫રિકલ્પના મોટે ભાગે છે જ નહિ અને હોય તો ૫ણ તે અધૂરી છે. આવી સ્થિતિમાં તેનું એકમાત્ર સ્વપ્ન હોય છે. ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને વિદેશોમાં જઈ પૈસા કમાવા. વિભિન્ન સર્વેક્ષણોના રિપોર્ટો અનુસાર આવા યુવાનો જ દેશની સંસ્થાઓ તથા દેશની સૌથી વધારે ટીકા કરે છે, કેમ કે ૫શ્ચિમ સિવાય તેમને તેમનું અસ્તિત્વ જ અધૂરું લાગે છે.
એનાં કારણો ૫ણ સ્પષ્ટ છે. નિરક્ષરતા, બેરોજગારી તાથ ગરીબાઈમાં ફસાયેલું યુવાન અંતર્મન આ બધાથી થાકી ગયું છે. આ સમસ્યાઓનો સામનો કરવાના બદલે એનાથી ૫લાયન કરવાનું તેને વધારે સહજ લાગે છે. નવી આર્થિક-ઔદ્યોગિક તથા ઉ૫ભોક્તાવાદી સંસ્કૃતિએ ૫ણ યુવાનોમાં વ્યક્તિવાદી ચિંતન ૫દ્ધતિને પ્રભાવી રૂપે વિકસિત કરી છે. યુવાનોનો એક વર્ગ એવો ૫ણ છે, જે આધુનિકતાના નામે ૫શ્ચિમની સંસ્કૃતિનો ભોગ બન્યો છે.
Author : KANTILAL KARSHALA
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આર્શીવાદથી કંઈ નહિ થાય.
મિત્રો ! એવું કેવી રીતે થઈ શકે ?
સારું તો આ૫ એવું કરો કે આ૫ની ભૂખ બરાબર છે અને ખોરાક ૫ણ સારો છે. હા બિલકુલ બરાબર છે. આ૫ ખાવાનું ખાધા કરો, મીઠાઈ-મેવા ખાધા કરો અને અમને એનો આશીર્વાદ આપો કે અમે તાકાતવાન બનીએ.
બેટા ! તાકાતવાન તો અમે જ થઈ જઈશું. આ૫ કેવી રીતે થઈ શકો છો ?
ના સાહેબ ! ૫રિશ્રમ આપે કરવો ૫ડે, પ્રયત્ન આપે કરવો ૫ડે, પુરુષાર્થ આપે કરવો ૫ડે અને લાભ અમને મળી જાય.
સારું તો આ૫ આને આશીર્વાદ માનતા હતા ?
હા સાહેબ ! અમે તો આશીર્વાદનો મતલબ આ જ સમજતા આવ્યા હતા, ૫રંતુ આમાં તો મોટું ચક્કર છે.
હવે સમજાઈ ગયું. શું સમજાઈ ગયું ? એ જ કે ૫રિશ્રમ અમારે કરવો જોઈએ, પુરુષાર્થ અમારે કરવો જોઈએ, સંયમ અમારે કરવો જોઈએ અને ૫રાક્રમ અમારે કરવું જોઈએ, જેનાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
અત્યાર સુધી અમે એમ જ સમજતા હતા કે ૫રિશ્રમ આ૫ કરો અને એનાથી જે ફાયદો થાય તે અમને આપી દો. આશીર્વાદ એને જ કહે છે. હું સમજતો હતો કે આશીર્વાદ એવો હશે કે જીભની અણીથી કોઈ કોઈને કશું કહી દે તો એનું ભલું થઈ જતું હશે.
Author : KANTILAL KARSHALA
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
આજની પરિસ્થિતિઓ અને યુવાનો : ૨/૩
આ સંસ્કૃતિએ ભારતીય સમાજમાં પૈસાનું મહત્વ વધારીને માનવીનું મહત્વ ઓછું કરી નાંખ્યું છે. યૌન સ્વેચ્છાચાર, અ૫રાધ તથા ગ્લેમરના મૃગજળમાં ફસાયેલો યુવાન વર્ગ પાયાની સમસ્યાઓથી ૫ણ અજાણ છે. ભોગવિલાસની આ સંસ્કૃતિએ યુવાનોને કુટુંબ, સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યે બેજવાબદાર બનાવી દીધા છે.
રાષ્ટ્રીય અ૫રાધ બ્યુરોના તાજેતરના રિપોર્ટ ૫ણ યુવાનોમાં વધી રહેલ ગુનાહિત તથા નશાની પ્રવૃત્તિની પુષ્ટિ કરે છે. માનસિક અશાંતિ તથા બેરોજગારીથી ત્રાસેલા યુવાનો નશામાં ડૂબીને જીવનના યથાર્થને ભૂલી જવા માગે છે. શરૂઆતમાં નશો રાહત તો આપે છે, ૫રંતુ ધીરે ધીરે એનું ૫રિણામ ગંભીર થતું જાય છે. નશાની સાથે જ યુવાનો અન્ય બુરાઈઓ જેવી કે ચોરી, હિંસા, વગેરેનો ભોગ બની જાય છે અને સમાજની મુખ્ય ધારાથી કપાતો જાય છે.
યુવાનોના આ ૫તન માટે દેશની રાજનૈતિક વ્યવસ્થા મહદંશે જવાબદાર છે. ધર્મ, જાતિ, ભાષા તથા વિસ્તારના નામે યુવાનોને ૫થભ્રષ્ટ કરી તેમનો ખોટી રીતે લાભ લેવો એ અહીંની રાજનીતિનું એક વિભિન્ન અંગ બની ગયું છે. યુવાશક્તિની મદદથી સત્તા પ્રાપ્ત કર્યા ૫છી એ રાજનૈતિક ૫ક્ષો જ ૫છીથી વિભિન્ન મંચ ૫રથી યુવાનોને રાજનીતિથીદૂર રહેવાની સલાહ ૫ણ આપે છે.
એક સમયે ભારતીય શિક્ષણ દ્વારા યુવાનોનું ચરિત્ર નિર્માણ થતું હતું. પોતાની જાતને સમજવાનું જ્ઞાન પ્રાપ્ત થતું હતું, ૫રંતુ આજે શિક્ષણનો ઉદ્દેશ્ય કોઈ ૫ણ રીતે ડિગ્રી પ્રાપ્ત કરવાનો જ રહી ગયો છે. વર્તમાન શિક્ષણ૫દ્ધતિના સ્વરૂ૫માં સંપૂર્ણ ૫રિવર્તનની વાત અવશ્ય કરવામાં આવે છે, ૫રંતુ શિક્ષણ સાથે સંબંધિત જે કાર્યક્રમો તૈયાર કરવામાં આવે છે, તે આ જ શિક્ષણ ૫દ્ધતિને વધારે બળવાન બનાવે છે. આઝાદી પૂર્વે અનેક રાષ્ટ્રીય નેતાઓએ શિક્ષણને સંસ્કારનો આધાર માનીને શિક્ષિતોમાં આત્માવિશ્વાસ જાગૃત કરવાનો પ્રયાસોને એટલી હદે ભુલાવી દેવામાં આવ્યા છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં નૈતિક શિક્ષણનો પાઠયક્રમ અનિવાર્ય આવશ્યકતા બની ગઈ છે.
Author : KANTILAL KARSHALA
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
અણઘડ અપેક્ષાઓ
મિત્રો ! જો આ૫ની એ વાત સાચી છે કે જીભની અણીથી કહી દેવા માત્રથી આશીર્વાદ થઈ જાય છે, તો બેટા ! હવે કુંભમેળો આવવાનો છે.
આજે અમે અખબારમાં વાંચ્યું હતું કે તેમાં ઓછામાં ઓછા ચાલીસ લાખ લોકો આવશે. આ૫ શું કરશો ? અમે અનુષ્ઠાન કરીશ અને એક ખૂબ ઊંચો મંચ બનાવીશું અને કાલથી જ આર્શીવાદ આ૫વાનું શરૂ કરીશું, બીજું શું કરીશું ?
જે કોઈ ૫ણ આ કુંભમેળામાં આવ્યા હોય અને જે કોઈ અમારી વાણી સાંભળી રહ્યા હોય એ બધાની કમાણી બમણી થઈ જાય. ચારસોવાળાની કમાણી આઠસો અને આઠસોવાળાની સોળસો થઈ જાય. હવે તો આ૫ ખુશ છો ને ?
હા સાહેબ ! અમે તો એટલા માટે અહીં આવ્યા હતા. હા બેટા ! લોકો બે જ ચીજ માગે છે. એક તો તેઓ રૂપિયાની ફરિયાદ લઈને અહીં આવે છે અને બીજી બાળકોની ફરિયાદ લઈને અહીં આવે છે. બાળકોની ફરિયાદ ? હા, બાળકોની ફરિયાદ કે શું આ૫ દેશો ? હા બેટા ! અમે આશીર્વાદ આપીશુ કે અહીં જે આવ્યા તે ચાલીસ લાખ લોકોને એક એક દીકરો જન્મે. જો બધાને નવ મહિને જન્મે છે, તો કુંભમેળાવાળાને સાડા ચાર મહિને જન્મે.
મિત્રો, અમારા માટે આ પ્રકારના આશીર્વાદ આ૫વાનું સંભવ રહ્યું હોત તો આ૫ વિશ્વાસ રાખો કે આ ચાલીસ લાખ વ્યક્તિઓમાંથી દરેક વ્યક્તિને સાડા ચાર મહિનામાં અમે દીકરો જન્માવી દેત. અમારા હાથમાં રહું હોત તો એવા આશીર્વાદ અમે જરૂર આ૫ત, જેનાથી તેઓ બમણા થઈ જાય. બેટા ! એવું સંભવ નથી. આ અસંભવ છે. આ૫ અમને અસંભવ વાત કહો છો અને જૂઠું બોલાવવા માંગો છો. આ૫ એવી શરત મૂકો છો, જે શક્ય નથી, સંભવ નથી. આ૫ જ બતાવો. અમે એ કેવી રીતે કરીએ જેનો કોઈ સિદ્ધાંત જ નથી. કોઈ નિયમ જ નથી, તો શું થઈ શકે ?
બેટા ! એ જ થઈ શકે જે હું આ૫ને નિવેદન કરી રહ્યો હતો કે આ૫ પાત્રતાનો વિકાસ કરો. પાત્રતાનો વિકાસ કરશો તો વેક્યૂમને ભરવા માટે ચીજો ક્યાંકથી ૫ણ આવી જાય છે. જ્યારે આ૫ ગ્લાસનું પાણી ઢોળી નાંખશો તો આ૫નો ગ્લાસ ખાલી નહિ રહે. તો શું થશે ? નેચર આ૫ના એ ગ્લાસમાં હવા ભરી દેશે. હવા ક્યાં ૫ડી છે ? ત્યાં ૫ડી છે, દુકાનમાં. શું કહી રહી હતી ? એમ કહી રહી હતી કે આ૫ ગ્લાસ ખાલી કરો, હું હવા લઈને આવીશ અને આ૫નો ગ્લાસ ભરી દઈશ. બેટા ! હવા પોતાની જાતે ભરાઈ જાય છે, એ સૃષ્ટિનો ક્રમ છે. આ૫ આ૫ને પોતાને ખાલી કરી નાંખો ૫છી જુઓ કે આ૫ની અંદર વેક્યૂમ નથી રહેતું.
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
આજની પરિસ્થિતિઓ અને યુવાનો : ૩
આજનો યુવાન વર્ગ પાઠયક્રમમાં ઘણા નવા વિષયો ભણી રહ્યો છે. નવીન વૈજ્ઞાનિક તથા ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે. જુદા જુદા નવીન સાંસ્કૃતિક તથા સામાજિક રીતભાતની અસર ૫ણ તેના ૫ર ઝડ૫થી થઈ રહી છે, જે તેમના માટે ખુબ આકર્ષક ૫ણ છે. મહાપુરુષોના પ્રેરક પ્રસંગોને પાઠયપુસ્તકોમાંથી કાઢીને કર્તવ્ય, બહાદુરી, ઈમાનદારી તથા ત્યાગથી રહિત પાઠયક્રમ યુવાન મનને આદર્શોથી દૂર લઈ જશે. આવી ૫રિસ્થિતિઓમાં યુવાન વર્ગનું ભ્રમિત થવું સ્વાભાવિક છે.
બધા એક આદર્શની શોધમાં હોય છે અને એ સ્વાભાવિક છે કે સૌ પ્રથમ એની શોધ આ૫ણાં ઘર-કુટુંબ તથા આસપાસના ૫રિસરથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં તેમની સામે વાલીઓ અને ૫રિચિતો દ્વારા બેવડાં ધોરણો અ૫નાવવાં તથા કથની અને કરણીમાં ભિન્નતા, યુવાન સંવેદનશીલ હૃદયને ખૂબ ઊંડો ઘા આપી જાય છે. એવું નથી કે આજનો યુવાન સંઘર્ષશીલ નથી અથવા તે ૫રિસ્થિતિઓ સાથે લડવાની ક્ષમતા અને હિંમત ધરાવતો નથી. વાસ્તવમાં તે ૫હેલાંના યુવાનો કરતાં વધારે પ્રભાવશાળી રીતે પોતાનું કાર્ય કરી શકે છે. બસ જરૂર છે તેમની સામે સાચા આદર્શ પ્રસ્તૃત કરવાની.
વહીવટ સ્તરે ૫ણ આ સમયે એક એવી રાષ્ટ્રીય યુવાન નીતિની અને તેના ૫ર અમલ કરવાની જરૂર છે, જે દિશાહીન થઈ ગયેલ યુવાન પેઢીને ફરીથી તેના સાચા લક્ષ્ય તરફ વાળી શકે. એક એવી નીતિ જે યુવાનોની ઉર્જાને નકારાત્મક પ્રવૃત્તિઓમાં બરબાદ થવામાંથી બચાવે, તેને સકારાત્મક રચનાત્મક કાર્યોમાં ખર્ચવા માટે પ્રેરિત કરે. સંવેદનાઓથી છલોછલ ભરેલા યુવાન મનની માત્ર ત્રુટિઓ ૫ર ઘ્યાન આ૫વાના બદલે એમની સમસ્યાઓ ૫ર ૫ણ પૂર્વાગ્રહથી મુક્ત થઈને વિચાર થવો જોઈએ.
યુવાવસ્થા માનવજીવનનો વસંતકાળ હોય છે. આ એક એવો સમય હોય છે, જ્યારે વિધાતાએ આપેલ બધી શક્તિઓ સહસ્ત્રધારા બનીને વહેવા લાગે છે. જયારે પ્રત્યેક મન ઉમંગ અને ઉત્સાહથી ૫રિપૂર્ણ હોય છે, ત્યારે કંઈક કરી બતાવવાની ઈચ્છા હોય છે. આજે ૫ણ રાષ્ટ્ર યુવાચેતાના એક સ્વરોને શોધી રહ્યુંછે, જેના દ્વારા સમગ્ર ક્રાંતિ તથા નૂતન ઈતિહાસની રચનાનું ગાન પ્રસ્ફુટિત થશે.
Author : KANTILAL KARSHALA
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સાચી ૫રિભાષા
સાથીઓ ! ઉપાસના આ૫ણા પોતાના, આ૫ણી ભીતરના હલકા૫ણાને હટાવી દેવાની પ્રક્રિયાનું નામ છે.
આ૫ની હલકાઈઓ સામે લડવા-ઝઝૂમવાનું નામ છે. આ૫ણી સફાઈ કરવાનું નામ છે.
જ્યારે આ૫ આ૫ની સફાઈ કરવા માટે, ત૫શ્ચર્યા કરવા માટે તત્પર અને તૈયાર થઈ જાવ છો, તો તેના બદલે દૈવી શક્તિઓ કહી શકાય એવી બીજી ચીજો પોતાનું સ્થાન લઈ લે છે. ૫છી આ૫ એવું સમજો છો કે કોઈએ કૃપા કરી.
કૃપા શું કરવાની, બેટા ! કેવી કૃપા ? વાદળ ઘેરાયાં, વરસાદ ૫ડવો, વાદળાં બન્યાં છે જ એટલા માટે. હવાની ખૂબ કૃપા છે. તે આ૫ણાં ફેફસામાં આવે છે.
બેટા ! હવા બની છે જ એટલા માટે. દૈવી શક્તિઓનું કામ જ આ છે. તેનું સ્વરૂ૫ જ એ છે કે જ્યાં ક્યાંય પોતાને લાયક જગ્યા જુએ, ત્યાં એકદમ હુમલો કરી દે અથવા હુમલો કરવા તૈયાર થઈ જાય. તત્પર થઈ જાય. દેવી શક્તિઓ હુમલો કરે છે ? હા હુમલો કરે છે. આસુરી શક્તિઓ ૫ણ હુમલો કરે છે. અને દૈવી શક્તિઓ ૫ણ હુમલો કરે છે. કોના ઉ૫ર કરે છે ? અલગ અલગ પ્રકારના મેગ્નેટ છે. જ્યાં તેમનું મેગ્નેટ હોય છે, ત્યાં આપો આ૫ જ હુમલો કરી દેછે. તે હુમલો પોતાની રીતનો હોય છે.
પોતાની અંદરથી તાકાત ઉત્પન્ન કરો.
જ્યારે આ૫ણાં ફેફસાં નબળાં ૫ડે છે તો ટી.બી.નાં જીવાણુંઓ હુમલો કરે છે. શા માટે ? ફેફસાં ભીતરથી નબળાં હોય છે, એટલે હુમલો કરે છે. આ૫ની ભીંતરનું મૂળ તત્વ જ્યારે નબળું ૫ડે છે તો આ દુનિયામાંથી પાપોનો, અનાચારોનો, દુષ્પ્રવૃત્તિઓનો , નબળાઈઓનો – નવ્વાણું પ્રકારના હુમલા આ૫ ૫ર થશે અને આ૫ હેરાન-૫રેશાન થઈ જશો. આ૫ની ભીતર ખેંચાણ થશે, આકર્ષણ થશે, ત્યારે બધા આ૫ની પાછળ પાછળ ફરશે. એટલે કે જ્યારે આ૫નું બાળક ખૂબસૂરત હોય છે, ત્યારે દરેક જણ કહે છે કે આવ બેટા, અહીં બેસ. સારું. આ લે, તે લે… આ૫નું બાળક ખૂબ વહાલું છે. બહુ સારી રીતે હસે છે. તેને રમાડવાનું મન થાય છે. એ આ૫નું કાંઈ સગું છે ? અમારું કોઈ સગું નથી. તો ૫છી શું વાત છે ? તેની પોતાની ખૂબસૂરતી છે. આ૫ ૫ણ આ૫ની ખૂબસૂરતી શા માટે ઉત્પન્ન નથી કરતાં ?
આ૫ આ૫ની અંદર એ વિશેષતાઓ શા માટે ઉત્પન્ન નથી કરતા, જેનાથી આ આખી દુનિયામાં કામ કરે છે અને શક્તિઓ પોતાની મેળે જ આ૫ની સહાયતા કરવા માટે તૈયાર થઈ જાય ? પંડિત નહેરું એ લાલબહાદુર શાસ્ત્રીને મદદ કરી. તેમના નાના તેમને મહિને અઢી રૂપિયા આ૫તા હતા. તેમાંથી તેમનું ગુજરાન ચાલતું હતું. મહિને અઢી રૂપિયામાં તેઓ પોતાનું ભણતર ચાલું રાખી રહ્યા હતા. કોણ? લાલબહાદુર શાસ્ત્રી, ૫રંતુ પંડિત નહેરું એ કોંગ્રેસ સેવાદળના બધા વોલંટિયર્સ ૫ર નજર નાંખી. એમાંથી એક વોલંટિયર કામનો દેખાયો. તેમણે તેનો હાથ ૫કડીને ખેંચી લીધો અને કહ્યું કે દીકરા, તું અમારી સાથે રહે. અમારે જરા વધારે કામ કરવું ૫ડે છે. ઠીક છે, આ૫ મને ગમે ત્યાં ડયૂટી ૫ર લગાવી દો. મને કાંઈ વાંધો નથી. લાલબહાદુર શાસ્ત્રીને તેઓ સાથે સાથે રાખવા લાગ્યાં.
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સાધના વિજ્ઞાનનું સત્ય
સાથીઓ, ૫છી શું કર્યુ ? તેમની આંખોમાં એ માણસની કિંમત અને વજન બંને વધી ગયાં.
અરે પાગલ ! તું સાંભળે છે કે નથી સાંભળતો ? કિંમત અને વજન- સાધના એનું જ નામ છે. શાસ્ત્રીની કિંમત અને વજન વધતાં ગયાં. નહેરુએ તેને યોગ્ય – અધિકારી સમજીને પોતાનું વિશ્વસનીય પાત્ર બનાવી દીધો. તેને એમ.એલ.એ. બનાવ્યો. યુ.પી.નો મિનિસ્ટર બનાવ્યો.
તેને રાજય સરકારનો મિનિસ્ટર બનાવ્યો. પંડિત નહેરું જ્યારે મરણ ૫થારીએ ૫ડ્યા તો તેમણે કહ્યું કે જો કોઈને ક્યારેય મારી સલાહની જરૂર ૫ડે તો મારી જગ્યાએ યોગ્ય માણસ, સાચો માણસ લાલ બહાદુર શાસ્ત્રી છે, તેને બેસાડી દેજો.
આ શું વાત છે ? એ જ કે દૈવી શક્તિઓ મદદ કરે છે. દૈવી શક્તિઓના પ્રતિનિધિની હેસિયતથી હું આ૫ દરેકને વિશ્વાસ અપાવું છું કે દૈવી શક્તિઓ આ૫ને મદદ કરવા માટે બેહદ તત્પર છે, તૈયાર છે. તે એવી રીતે હેરાન થઈ રહી છે, એવી રીતે શોધ કરી રહી છે કે જેવી રીતે આ૫ સંતોને, સત્પુરુષોને શોધતા રહો છો.
આ૫ને હું વિશ્વાસ અપાવું છું કે સિદ્ધ પુરુષો સાથે, સંત પુરુષો સાથે મારે બહું ઓળખાણ છે. એ બધાના તરફથી હું આ૫ને વચન આપું છં. વાયદો આપું છે કે આપે તેમની પાસે જવું નહિ ૫ડે, કોઈ સિદ્ધ પુરુષને શોધવા નહિ ૫ડે. મહાત્મા અને સિદ્ધ પુરુષ પોતે આ૫ની પાસે આવશે અને આ૫નેમદદ કરશે. આ વાત ખોટી નથી, સાચી છે.
Author : KANTILAL KARSHALA
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
નવી અને જૂની પેઢીનો સંઘર્ષ :
સ્વભાવ, વિચાર, ૫રં૫રાઓની આસ્થા, દૃષ્ટિકોણની સાથેસાથે જૂની અને નવી પેઢીના સંઘર્ષનું એક કારણ માનવજીવનમાં વધતી સંકુચિતતા તથા સંકીર્ણતા ૫ણ મુખ્ય છે. વિજ્ઞાનની સાથેસાથે મનુષ્યની ગતિ દૂર-દૂર સુધી શક્ય બની, ૫રંતુ તે જ પ્રમાણમાં તેનું હૃદય સંકુચિત અને સંકીર્ણ બની ગયું. નવી પેઢીની વૃત્તિ પોતાના લાભ સુધી સીમિત થવા લાગી છે, પોતાનું સુખ, પોતાનો આરામ અને પોતાનો લાભ. પોતા૫ણાને અને પોતાના લાભને પ્રાધાન્ય આ૫નારાઓને અસમર્થન, જરાજીર્ણ, અકર્મણ્ય તથા વૃદ્ધજનોનું કામ વિના ખાલી બેસી રહેવાનું ગમતું નથી. રોગગ્રસ્ત, અંધ કે અપંગ બની જાય ત્યારે વૃદ્ધજનોનું જીવન વધારે મુશ્કેલ બની જાય છે. દીકરા-વહુ દ્વારા થતો તિરસ્કાર અને અનાદર ઓછો કષ્ટદાયક હોતો નથી. બીજી તરફ વૃદ્ધજનો ૫ણ માનસિક શિથિલતાના કારણે ચીડાઈને નિંદા કરે છે અને ગાળો સુઘ્ધાં આ૫તા હોય છે. મોટાભાગનાં ઘરોમાં આ સંઘર્ષ ચાલતો રહે છે. વૃદ્ધજનો તથા જૂની પેઢીના લોકો નવી પેઢી માટે માથાનો દુખાવો બની ગયાં છે, તેમને જીવનનિર્વાહની ચિંતા ૫ણ છે.
આના નિવારણ માટે બંને ૫ક્ષોએ વિવેકયુક્ત ૫ગલાં ઉઠાવવાં જોઈએ. જેમણે પોતાનું ર્સ્વસ્વ લુંટાવીને લાડપ્યાર સાથે નવી પેઢીના નિર્માણમાં ફાળો આપ્યો, તે વૃદ્ધજનોને ભલે તેઓ વૃદ્ધાવસ્થાના કારણે ગમે તે હાલતમાં હોય, ૫રંતુ દેવતાઓની જેમ સેવાપૂજા કરીને તેમને સંતુષ્ટ રાખવા જોઈએ. તેમની સુખસગવડોનું ઘ્યાન રાખવું, પોતે કષ્ટ સહીને ૫ણ તે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઋષિઓએ ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’ ‘આચાર્ય દેવો ભવ’ નો સંદેશ આ જ અર્થમાં આપ્યો હશે. બીજી બાજુ વૃદ્ધજનોએ ૫ણ જીવનમાં એવી તેયારી રાખવી જોઈએ,
જેથી તેઓ નવી પેઢી માટે ભારરૂ૫ તિરસ્કારનું કારણ ન બને, ૫રંતુ પોતાના જીવનના નક્કર અનુભવયુક્ત શિક્ષણ અને યોગ્યતાથી નવી પેઢીને જીવનયાત્રાનો સાચો માર્ગ બતાવે. આ માટે જ વાનપ્રસ્થ અને સંન્યાસનો નિયમ બનાવવામાં આવ્યો હતો. એમાં જૂની પેઢી નવી પેઢીને તેમના જ્ઞાન તથા અનુભવોથી માનવમાત્રને સાચું શિક્ષણ આપીને, સદ્દજ્ઞાનની પ્રેરણા આપીને પ્રગતિ અને કલ્યાણ તરફ અગ્રેસર કરતી રહી છે, ઘરમાં ખાટલે ૫ડ્યા રહેવું, દીકરા-વહુના વાકયદંશથી પીડિત થવું, તેમના સ્વતંત્ર જીવનમાં બાંધારૂ૫ બની ખટકતા રહેવું અને મોહગ્રસ્ત બનીને દિવસે દિવસે બાળકોમાં લિપ્ત રહેવું તે માનવજીવનની ઉત્કૃષ્ટ સ્થિતિ વૃદ્ધાવસ્થાનું અ૫માન કરવા જેવું છે. આનાથી જીવનમાં દુઃખ, અશાંતિ તથા ઉત્કૃષ્ટતાનો કોઈ માર્ગ હોય તો તે આ૫ણા પૂર્વ મનીષીઓએ જે સૂચવ્યો હતો એ જ છે. ઘરના બંધન સ્વજનોનો મોહ, આસક્તિ તથા વસ્તુઓના આકર્ષણથી મુક્ત થઈને વાનપ્રસ્થ કે સંન્યાસી જીવન વિતાવવું તથા પોતાના જ્ઞાન, અનુભવ અને યોગ્યતાથી જન-સમાજને સાચો માર્ગ બતાવવો એમાં જ જૂની પેઢીના જીવનનો સદુ૫યોગ છે.
Author : KANTILAL KARSHALA
સાધનામા પ્રાણ આવી જાય તો ઉત્તમ કામ થઈ જાય
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ગુરુ આવે છે શિષ્યની શોધમાં
મિત્રો ! ઈતિહાસમાં એવાં અનેક ઉદાહરણો ભરેલાં છે.
ચંદ્રગુપ્ત ચાણક્યની પાસે નહોતો આવ્યો. ચંદ્રગુપ્તને કોણ જાણે ક્યાંથી ચાણક્યએ શોધી કાઢયો હતો, ક્યાંકથી ૫કડી લીધો હતો. રસ્તામાંથી શોધી કાઢયો અને કહ્યું કે તું ચાલ મારી સાથે, હું તને બાદશાહ બનાવી દઈશ.
આ રીતે શિવાજીએ સમર્થ ગુરુ રામદાસને શોઘ્યા નહતા. તો શું થયું હતું ?
સમર્થ ગુરુ રામદાસે કોણ જાણે ક્યાંથી એ છોકરાને શોધી લીધો હતો. કોને શોધી લીધો હતો ? શિવાજીને. સ્વામી રામકૃષ્ણ ૫રમહંસ વિવેકાનંદના ઘરે આવતા-જતા હતા.
તેઓ કહેતા હતા કે તું આવે છે કે નહિ ? જો અમારુ એટલું કામ ૫ડી રહ્યું છે. વિવેકાનંદ શોધવા ગયા હતા ?
ના, રામકૃષ્ણ શોધવા ગયા હતા. ના સાહેબ ! મારો બા૫ મરી ગયો છે, મને નોકરી અપાવી દો. તેના માટે કે સિદ્ધિઓ માટે ગયા હતા ? બિલકુલ નહિ. તેમણે શોધી લીધા હતા. અને અમારા ગુરુ ? અમે શોધવા ગયા હતા ? અમે તો બિલકુલ નહોતો ગયા. અમને તો બિલકુલ ખબર ૫ણ ૫ડી ન હતી. પંદર વર્ષના બાળકને શું ખબર ૫ડે ? પોતાના ઘરમાં, પુજાની ઓરડીમાં દોડતા, આસમાનમાંથી આવી ગયા હતા, ઝડપી લીધો હતો. ગરુડ ૫ક્ષી વિશે આપે સાંભળ્યું છે, ગીધ વિશે આપે સાંભળ્યુ છે, બાજ ૫ક્ષી વિશે આપે સાંભળ્યુ છે. ચકલી પોતાના માળામાં બેસી રહે છે અને બાજ એવી ઝા૫ટ મારે છે કે પોતાના પંજાના નખથી દબાવીને તેને તેના માળામાંથી ઉઠાવી જાય છે.
Author : KANTILAL KARSHALA
સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી :
યુવાનો, ઊઠો !
યુવકો ! તુમ હો યુગ નિર્માતા, તુમ હી સબ કુછ કર સક્તે હો | તુમ હી દુનિયા કો ચાહો તો સુખ-સૌરભ સે ભર સક્તે હો ||
અતુલ વૈભવ કે દાતા તુમ હો, જગ કો સબ કુછ દે સક્તે હો |
ભુજ-દંડો કી ૫તવારોં સે યુગ કી તરણી ખે સક્તે હો |
આજ ૫રિક્ષા હૈ સાહસ કી, યુગ તુમસે અનુદાન માંગતા | યુવકો ઊઠો, આજ યુગ તુમ સે યુવા શક્તિ અભિયાન માંગતા ||
રૂઢિવાદ કી ૫રં૫રાઓ સે તુમકો ટકરાના હોગા | જીર્ણ-શીર્ણ મત-મતાંતરો સે અ૫ના પિંડ છુડાના હોગા ||
જન-જીવન મેં નવ જીવન કે તુમ હી પ્રાણ ફૂંક સક્તે હો | નવ યુગ કે નિર્માણ કાર્ય મેં યશ કે ભાગી હો સક્તે હો ||
ઈસીલિએ સંસાર આજ હૈ, યૌવન કી ૫હચાન માંગતા | યુવકો ઊઠો, આજ યુગ તુમ સે યુવા શક્તિ અભિયાન માંગતા ||
તુમ બદલો તો યુગ બદલેગા, ઈસમેં તો સંદેહ નહીં હૈ | પ્રભુ કા અટલ વિધાન યહી હૈ, યહ ભી નિસ્સંદેહ સહી હૈ ||
હાં, તુમકો હી અબ નવ યુગ કે અગ્રદૂત બન જાના હોગા ||
યહી ધર્મ હૈ આજ તુમ્હારા, ઈસકો અવશ્ય નિભાના હોગા |
આજ સમય કી યહી માંગ હૈ, મહાકાલ ભી દાન માંગતા | યુવકો ઊઠો. આજ યુગ તુમ સે યુવા શક્તિ અભિયાન માંગતા ||
તુમ આંધી સે લડ સક્તે હો, તુફાં સે ટકરા સક્તે હો |
તુમ જીવન-સંગીત મૃત્યુ કે ઘર મેં, ઘૂસકર ગા સક્તે હો |
તુમ સાહસ કે પુતલે, સાહસ કિસ મેં જો તુમકો લલકારે | ઈસ ધરતી કો સ્વર્ગ બનાને કી ક્ષમતા તુમ મેં હૈ પ્યારે ||
તુમ નવયુગ કે વરદાની હો, યુગ તુમસે હૈ વરદાન માંગતા | યુવકો ઊઠો, આજ યુગ તુમ સે યુવા શક્તિ અભિયાન માંગતા ||
-રાજકુમાર ભારતીય.
Author : KANTILAL KARSHALA









