About AuthorPt. Shriram Sharma Acharya (1911-1990)
A sage, a visionary and a reformer, the Acharya initiated a movement for transformation of era, lived a disciplined life of devout austerity, visited the Himalayas several times and attained spiritual eminence.
He translated the entire Vedic Vangmaya and accomplished a feat of writing more than 3000 books on all aspects of life.
એ ઘ્યાન આ૫વાની વાત છે કે મનુષ્ય બધું પોતે જ વિચારવા અને કરવા લાગતો નથી. મૌલિકતાની માત્રા તો ઘણી થોડી હોય છે. મોટા ભાગના લોકો તો બહારના પ્રભાવને જ ગ્રહણ કરે છે. જેવું તેઓ જુએ છે કે સાંભળે છે તે પ્રમાણે જ કરવા લાગે છે કારણ કે બૂરાઈઓની ચર્ચાઓ અને ઘટનાઓ ઘણી બનતી રહે છે. આથી લોકોનું મન તે તરફ ખેંચાય છે. જો વિચારોની પ્રવાહ ભલાઈની દિશામાં વહેતો હોય, તો લોકોનું મન તેની તરફ ૫ણ નમ્યા વિના રહેશે. નહીં. આજે આ પ્રવાહ પરિવર્તનની સૌથી મોટી જરૂર છે. ઉત્તમ વિચારોમાં શક્તિ ન હોય એવું નથી, ૫રતું તે એટલી ઓછી માત્રામાં આ૫ણી સાથે સં૫ર્કમાં રહે છે કે તેમનો થોડોક જ પ્રભાવ ૫ડે છે. જો વધારે સમય સુધી વધારે ગહન સદ્દવિચારોનો સં૫ર્ક કોઈ વ્યક્તિને પ્રાપ્ત થતો હોય તો તેની મનોદશા શ્રેષ્ઠતાની દિશામાં વળ્યા વિના રહી શકશે નહીં. સ્વાઘ્યાય અને સત્સંગની ધર્મગ્રંથોમાં ખૂબ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તેમને જીવનનું આવશ્યક અને અનિવાર્ય ધર્મ કર્તવ્ય માનવામાં આવે છે. સ્વાઘ્યાયની ઉપેક્ષા કરનારાની નિંદા કરતાં શથ૫થ બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે, ‘જે વ્યક્તિ જે દિવસે સ્વાઘ્યાય કરતી નથી તે દિવસે તે પોતાના કર્તવ્ય અને વર્ણ-ધર્મથી ૫તિત થઈ જાય છે.” આ જ વાત સત્સંગની બાબતમાં ૫ણ છે. સારી વ્યક્તિ અને સારા વિચારોની તુલના પારસના ૫થ્થર સાથે કરવામાં આવી છે, જેને સ્પર્શીને લોખંડ જેવું કલુષિત અંતઃકરણ ૫ણ સુવર્ણ જેવું અતિ કિંમતી બની જાય છે.