ઉઠો ! હિંમત કરો

ઉઠો, ઉદાસીનતા છોડો. ભગવાન તરફ જુઓ, તેઓ જીવનનો પૂંજ છે. એમણે તમને આ સંસારમાં નકામા નથી મોકલ્યા. એમણે તમારી પાછળ જે શ્રમ કર્યો છે તેને સાર્થક કરવો તે તમારું કામ છે. જ્યાં સુધી આપણે આપનું જીવન હોમી દેતા નથી ત્યાં સુધી જ આ સંસાર દુખમય લાગે છે. બલિદાન થયેલા બીજમાથી જ વૃક્ષનો જન્મ થાય છે. ફૂલ અને ફળ એના જીવનની સાર્થકતા સિધ્ધ કરેછે.

હંમેશા પ્રસન્ન રહો. મુસીબતોનો હસતાં મોએ સામનો કરો. આત્મા સૌથી બળવાન છે. આ સત્ય પર દ્રઢ વિશ્વાસ રાખો. આ ઈશ્વરીય વિશ્વાસ છે. આ વિશ્વાસ દ્વારા તમે બધી મુશ્કેલીઓ ઉપર વિજય મેળવી શકો છો. કોઈ કાયરતા તમારી સામે ટકી શકે નહીં. એનાથી તમારા બળમાં વૃદ્ધિ થશે. તે તમારી આતરિક શક્તિ ઓનો વિકાસ કરશે.

– યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય