અધ્યાત્મિક લાભ જ સર્વોપરિ લાભ છે

અધ્યાત્મિક જીવન આત્મિક સુખનો નીશ્વિત હેતુ છે,અધ્યાત્મવાદ એ દિવ્ય આધાર છે, જેના પર મનુષ્યની આંતરિક તથા બાહ્ય બંને પ્રકારની ઉન્નતીઓ અને સમૃદ્ધિઓ આધારિત છે.સાંસારિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માટે પણ જે પરિશ્રમ,પુરુષાર્થ,સહયોગ,સહકારિતા વગેરે ગુણોની આવશ્યકતા હોય છે,એ બધાં અધ્યાત્મિક જીવનનાં જ અંગ છે. મનુષ્યનો આંતરિક વિકાસ તો અધ્યાત્મ વિના થઇ જ નથી શકતો. અધ્યાત્મવાદ જીવનનું સાચું જ્ઞાન છે. તેને જાણ્યા વિના સંસારમાં સમસ્ત જ્ઞાન અપૂર્ણ છે અને તેને જાણી લીધા પછી કઈં પણ જાણવાનું બાકી રહી જતું નથી. આ એ તત્વજ્ઞાન અને મહાવિજ્ઞાન છે, જેની જાણકારી થતાં જ માનવ – જીવન અમરતાપૂર્ણ આનંદની ઓતપ્રોત થઇ જાય છે. આઘ્યાત્મિક જ્ઞાન થી મેળવેલા આનંદની સરખામણી સંસારમાં કોઈ પણ આનંદ સાથે કરી શકાતી નથી, કારણ કે આ આત્માનંદ માટે કોઈ આધારની આવશ્યકતા હોતી નથી, વસ્તુજન્ય મિથ્યા આનંદ વસ્તુની સાથે જ સમાપ્ત થઈ જાય છે, જયારે અધ્યાત્મીકતાથી ઉપ્તન આત્મિક સુખ જીવનભર સાથે તો રહે જ છે , અંતે પણ મનુષ્યની સાથે ગયા કરે છે. તે અક્ષય અને અવિનશ્વર હોય છે, એક વાર પ્રાપ્ત થઈ ગયા પછી ક્યારેય નષ્ટ થતું નથી. શરીરની અવધિ સુધી તો રહે જ છે, શરીર છુટ્યા પછી પણ અવિનાશી આત્મા સાથે સંયુક્ત રહ્યા કરે છે. અખંડ જ્યોતિ,જાન્યુઆરી – ૧૯૬૭,પૂ.૨

– યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય